કૃષિ યાંત્રિકીકરણ પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર સહિતની મશીનરીની ખરીદી માટે રાજ્યના એક લાખ 92 હજાર 700થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ અપાયા છે. એક સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષથી ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર એક લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે.
ગત અંદાજપત્રમાં ટ્રેક્ટર ખરીદી માટે ગત વર્ષની સરખામણીએ બમણી 800 કરોડ રૂપિયા અને અન્ય મશીનરીની ખરીદી માટે બમણાથી પણ વધુ 590 કરોડ 98 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે છેલ્લા એક દાયકામાં ટ્રેકટર માટે ત્રણ લાખ 24 હજારથી વધુ ખેડૂતોને 1542 કરોડ તેમજ અન્ય મશીનરી માટે ત્રણ લાખ 79 હજાર ખેડૂતોને 1238 કરોડ રૂપિયાની સહાય આપી છે.
Site Admin | સપ્ટેમ્બર 19, 2025 3:15 પી એમ(PM)
કૃષિ યાંત્રિકીકરણ પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર સહિતની મશીનરીની ખરીદી માટે રાજ્યના એક લાખ 92 હજાર 700થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ અપાયા