ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 10, 2025 9:12 એ એમ (AM)

printer

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું સરકાર ઉત્પાદન, ઉત્પાદકતા અને વાવેતર વિસ્તાર વધારવા માટે કઠોળ સ્વ-નિર્ભરતા મિશન શરૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીના પુસા કેમ્પસથી પ્રધાનમંત્રી ધન ધન્ય યોજના અને કઠોળ સ્વ-નિર્ભરતા મિશનનો પ્રારંભ કરશે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું આ મિશન દેશને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી પહેલ છે. દૂરદર્શન ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં, કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ, સરકાર ૧૦૦ ઓછી ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓને ઓળખશે અને ઉત્પાદકતા વધારવા માટે લક્ષિત પગલાં અમલમાં મૂકશે