જુલાઇ 31, 2025 3:01 પી એમ(PM)

printer

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ખાતરની અછત નથી અને ખેડૂતોને ખાતર મળી રહે તે માટે પુરતું આયોજન કરવામાં આવ્યું છે

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ખાતરની અછત નથી અને ખેડૂતોને ખાતર મળી રહે તે માટે પુરતું આયોજન કરવામાં આવ્યું છે.
આજે ગાંધીનગરમાં પશુપાલન વિભાગના વિવિધ પ્રોજેક્ટનાં લોકાર્પણ અને પશુ સારવાર અંગેના સેમિનારમાં શ્રી પટેલે ખાતરની અછત અંગેનાં પ્રશ્નનાં જવાબમાં આ મુજબ જણાવ્યું.
પશુઓમાં થતા લંપી રોગ અંગે શ્રી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ૮ જિલ્લામાં લમ્પી વાયરસસનાં 300 કેસ સામે આવ્યા હતા, જેમાંથી 8 પશુનાં મૃત્યુ થયા છે અને 25 પશુઓ રોગમુક્ત થઈ ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે, પશુપાલન વિભાગે લંપી રોગ અટકાવવા રસીકરણ અભિયાન શરૂ કર્યું છે.
દરમ્યાન, તાપી જીલ્લાના વ્યારા , સોનગઢ , વાલોડ , ઉચ્છલ , ડોલવણ તાલુકામાં 26 ગૌવંશમાં લંપી વાયરસના લક્ષણ દેખાતા પશુપાલન વિભાગે રસીકરણની પ્રક્રિયા હાથ ધરી છે.