કૃષિ પશુપાલન ગ્રામ વિકાસ વિભાગ અને પ્રાથમિક માધ્યમિક શિક્ષણના પ્રશ્નોત્તરીથી વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી. આજે આદિજાતિ વિકાસ વિભાગના પણ પ્રશ્નો પૂછાયા હતા. બિનસરકારી સમિતિના અહેવાલની વિધાનસભામાં રજૂઆત થશે. તો, બજેટ ઉપર પણ ચર્ચા થશે.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષકોની ઘટ બાબતે ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં રાજ્યના શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા ખેલ સહાયક તરીકે 1 હજાર 500 શિક્ષકોની ભરતી પ્રક્રિયા કરી છે. બાકીની ઘટ સત્વરે પૂરી કરવા શિક્ષણ વિભાગ કટિબદ્ધ છે.
Site Admin | માર્ચ 5, 2025 3:29 પી એમ(PM)
કૃષિ પશુપાલન ગ્રામ વિકાસ વિભાગ અને પ્રાથમિક માધ્યમિક શિક્ષણના પ્રશ્નોત્તરીથી વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થઈ