ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 14, 2024 7:39 પી એમ(PM)

printer

કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામ નાથ ઠાકુરેકહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વના સૌથી મોટા ખાદ્ય-આધારિત સુરક્ષા નેટ કાર્યક્રમોનો અમલ કરી રહ્યું છે

કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામ નાથ ઠાકુરેકહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વના સૌથી મોટા ખાદ્ય-આધારિત સુરક્ષા નેટ કાર્યક્રમોનો અમલ કરી રહ્યું છે. આજે બ્રાઝિલના કયુબા માં યોજાયેલી G20 કૃષિ મંત્રી સ્તરની બેઠકને સંબોધતા શ્રી ઠાકુરે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત કૃષિ વિકાસને પ્રાથમિકતા આપે છે. તેમણે કહ્યું કે, ભારતનો અભિગમ માત્ર ઉત્પાદકતા પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનો નથી પરંતુ આર્થિક, સામાજિક, પર્યાવરણીય ટકાઉપણું, ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો કરવા અને વિકાસ માટે વ્યાપક દ્રષ્ટિકોણને મૂર્તિમંત કરે છે. મંત્રીએ ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્ય માટે મજબૂત કૃષિપ્રણાલી વિકસાવવા માટેની ભારતની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો.