ડિસેમ્બર 31, 2025 2:32 પી એમ(PM)

printer

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પંજાબમાં મનરેગા સહિત અનેક યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પંજાબમાં મનરેગા સહિત અનેક યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ગઈકાલે ભોપાલમાં એક પત્રકાર પરિષદ દરમિયાન શ્રી ચૌહાણે આરોપ લગાવ્યો હતો કે નાણાકીય ઉચાપતના લગભગ 10 હજાર 653 કેસ સામે આવ્યા છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે મનરેગા હેઠળ મંજૂરી ન હોય તેવી પ્રવૃત્તિઓ પર અનિયમિત ખર્ચ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, કામદારોએ ફરિયાદ કરી હતી કે તેમને તેમનો પગાર ચૂકવવામાં આવી રહ્યો નથી. મંત્રીએ દાવો કર્યો હતો કે પંજાબમાં 13 હજાર 304 પંચાયતોમાંથી ફક્ત 5 હજાર 915 માં સામાજિક ઓડિટ કરવામાં આવ્યું હતું.