ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 19, 2024 9:31 એ એમ (AM)

printer

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય રવી કૃષિ સંમેલનનું ઉદ્ઘાટન કરશે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય રવી કૃષિ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ એક દિવસીય કાર્યક્રમમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામનાથ ઠાકુર પણ ઉપસ્થિત રહેશે. સંમેલનનો ઉદ્દેશ્ય રવી અભિયાનને સફળ બનાવવા માટે કૃષિ પદ્ધતિઓમાં ભાગીદારી અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. આ ઝુંબેશ હેઠળ, વિવિધ મંત્રાલયો, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંગઠનોના અધિકારીઓ આગામી રવી સિઝન માટે મુખ્ય પહેલ અને વ્યૂહરચના અંગે ચર્ચા કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.