જૂન 2, 2025 8:11 એ એમ (AM)

printer

કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રને દેશના અર્થતંત્રની સૌથી મોટી શક્તિ ગણાવી

કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રને દેશના અર્થતંત્રની સૌથી મોટી શક્તિ ગણાવી.નવી દિલ્હીમાં ગઈકાલે પંડિત દિનદયાળ ઉપાધ્યાય-ના એક વ્યાખ્યાનના 60 વર્ષ પૂર્ણ થવા અંગે રાષ્ટ્રીય સ્મૃતિ સંગોષ્ઠિ કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું. શ્રી ચૌહાણે કહ્યું, લખપતિ દીદી યોજના મહિલા સશક્તિકરણનું મોટું અભિયાન સાબિત થયું છે. કૃષિ ક્ષેત્રે વિકાસ અંગે તેમણે કહ્યું, હાલમાં જ ડાંગરની બે નવી જાત વિકસાવવામાં આવી છે, જેનાથી ઉપજમાં 30 ટકાનો વધારો થશે.