ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 14, 2025 7:19 પી એમ(PM)

printer

કૃષિમંત્રી રાઘવજી પટેલે પંચમહાલથી રવિ કૃષિ મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો

કૃષિમંત્રી રાઘવજી પટેલે પંચમહાલમાં છબલપુર ખાતેથી આજે કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, કૃષિ રથના માધ્યમથી ખેડૂતોને નવા બિયારણ, સંશોધનો, કાયદાઓ અને યાંત્રિક સાધનો અંગે માહિતગાર કરાયા છે. તેના કારણે રાજ્યનો કૃષિ વિકાસ દર નવ પૂર્ણાંક 75 ટકા રહ્યો છે. આ જ કામને આગળ વધારવા સરકારે ખેડૂતો ઘરે બેઠા ઑનલાઈન અરજી કરી શકે તે માટે આઈ-ખેડૂત પૉર્ટલ શરૂ કર્યું છે.
રાજ્યના બે લાખ 40 હજાર હૅક્ટર વિસ્તારમાં પાંચ લાખ 64 હજાર જેટલા ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા હોવાનું પણ કૃષિમંત્રીએ ઉમેર્યું. તેમણે કહ્યું, ગત 10 વર્ષમાં એક કરોડથી વધુ ખેડૂતોને 12 કરોડ રૂપિયાથી વધુની કુદરતી આપત્તિ સહાય અપાઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.