કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ ગઇકાલે વિધિવત રીતે હોદ્દાનો પદભાર સંભાળ્યો. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આજે સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે પૂજન-અર્ચન બાદ પોતાના હોદ્દાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. તેમણે કહ્યું હતું કે કૃષિકાર અને સહકાર આ બંને ક્ષેત્ર તેમના માટે મહત્વપૂર્ણ છે.આ ઉપરાંત શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ પણ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૨, ખાતે ભગવાનની પૂજા-અર્ચના બાદ પદાધઇકારીઓ, શુભેચ્છકો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં હોદ્દાનો પદભાર સંભાળ્યો હતો.રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લઈ ગૌ સંવર્ધન અને પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને વિસ્તરણ અંગે ચર્ચા કરી.
આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી ભારતની પરંપરા અને સમૃદ્ધિનું મૂળ છે, અને આજના સમયમાં તે ખેડૂતો માટે આર્થિક રીતે સશક્તિકરણનું મહત્વપૂર્ણ સાધન બની શકે છે.પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને શુક્રવારે ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રીનું પદ મળ્યું હતું. આ પદ મળ્યા બાદ અર્જુન મોઢવાડિયા પોરબંદર પહોંચતા તેમનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણ કહ્યું કે, પોરબંદર અન્ય શહેરોની હરોળમાં આવે તે માટેના પ્રયાસ આદરીશુ અને બરડાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસોને હવે વધુ બળ મળશે.
Site Admin | ઓક્ટોબર 19, 2025 9:02 એ એમ (AM)
કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મંત્રી પદનો ચાર્જ સંભાળતાની સાથે જ કહ્યું કે ખેડૂતો અને સહકારી ક્ષેત્રનું હિત સર્વોપરી, જ્યારે મોઢવાડિયાએ બરડાને પ્રવાસન તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરી
