કુવૈતના વિદેશમંત્રી અબ્દુલ્લા અલી અલ યાહ્યા ભારતનાં બે દિવસનાં પ્રવાસે ગઈ કાલે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. તેઓ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.
શ્રી અલ યાહ્યા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે પણ બેઠક કરશે. એક સોશિયલ મિડિયા પોસ્ટમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, આ પ્રવાસથી ભારત અને કુવૈતના બહુપરિમાણીય સંબંધ વધુ મજબૂત બનશે.
Site Admin | ડિસેમ્બર 4, 2024 2:34 પી એમ(PM)
કુવૈતના વિદેશમંત્રી અબ્દુલ્લા અલી અલ યાહ્યા ભારતનાં બે દિવસનાં પ્રવાસે
