અમદાવાદ કસ્ટમે ગઇકાલે કુવૈતથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી 167 ગ્રામ કરતાં વધુનું સોનુ જપ્ત કર્યુ હતું.કુવૈતથી અમદાવાદ આવતી ફ્લાઇટ દ્વારા આવેલા મુસાફરની શંકાસ્પદ હિલચાલને પરિણામે તેની પૂછપરછ અને તપાસ દરમિયાન આ ગેરકાયદે સોનું મળી આવ્યું હતું. મુસાફરે સોનુ બદામના પેકેટમાં છુપાવેલું હતું અને. મળેલા સોનાની બજાર કિંમત 16 લાખ કરતાં વધુની હોવાનું જાણવા મળ્યું છે.
Site Admin | એપ્રિલ 17, 2025 9:48 એ એમ (AM)
કુવૈતથી આવેલા મુસાફર પાસેથી અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમે 16 લાખ કરતાં વધુનું સોનુ જપ્ત કર્યુ
