ઉત્તરકાશી જિલ્લાના ધરાલીમાં ચોથા દિવસે પણ આપત્તિ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસ ટીમો સંપૂર્ણ સતર્કતા સાથે ગુમ થયેલા લોકોને શોધવામાં રોકાયેલી છે. આજે સવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી.
મુખ્યમંત્રીએ કહ્યું કે હેલી સર્વિસ, એમઆઈ 17 અને ચિનૂક હેલિકોપ્ટરની મદદથી સવારથી જ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. ગંગોત્રી, હર્ષિલ, ઝાલા, જસપુરમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે લાવવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ઘટનાની અપડેટ્સ લઈ રહ્યા છે અને કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. બચાવ કાર્યમાં ચિનૂક અને એમઆઈ-17 જેવા એરલિફ્ટિંગ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાહત સામગ્રી, પીવાનું પાણી, દવાઓ અને ખાદ્યાન્ન હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.
Site Admin | ઓગસ્ટ 8, 2025 2:44 પી એમ(PM)
કુદરતી આપત્તિ ગ્રસ્ત ઉત્તરાખંડના ધરાલીમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં
