ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કુટિર,ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે ગાંધીનગરમાં “નવી કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ – ૨૦૨૪”ની જાહેરાત કરી

કુટિર,ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે ગાંધીનગરમાં “નવી કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ – ૨૦૨૪”ની જાહેરાત કરી હતી.
નવી નીતિમાં આગામી પાંચ વર્ષમાં વધુ 12 લાખ રોજગારીનું સર્જન કરવાનો લક્ષ્ય છે. આગામી પાંચ વર્ષમાં વધુ 60 હજાર નાના ઉદ્યોગ સાહસિકોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવશે.
નવી નીતિમાં શ્રી વાજપેયી બેન્કેબલ સ્કીમ હેઠળ મહત્તમ લોન રકમ આઠ લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે અને સબસિડીની રકમ એક લાખ 25 હજાર રૂપિયાથી વધારીને 3 લાખ 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. શ્રી રાજપુતે જણાવ્યું હતું કે, નવી નીતિમાં ધિરાણ સુવિધા, બજારની પહોંચ વધારીને અને કૌશલ્ય તથા માળખાકીય વિકાસ દ્વારા સ્વનિર્ભર કુટિર ઉદ્યોગોને વિક્સાવવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ