જુલાઇ 11, 2025 9:50 એ એમ (AM)

printer

કાશ્મીર ખીણમાં વરસાદ વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર અમરનાથ ગુફા મંદિરના દર્શન કરી રહ્યા છે

કાશ્મીર ખીણમાં વરસાદ વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર અમરનાથ ગુફા મંદિરના દર્શન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં એક લાખ ૪૫ હજારથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે. ગઈકાલે, યાત્રાના આઠમા દિવસે ૧૭ હજાર ૨૨ શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફાના દર્શન કર્યા હતા. આ સાથે, આ વર્ષે પવિત્ર ગુફાની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓની કુલ સંખ્યા એક લાખ ૪૫ હજાર ૭૧૬ પર પહોંચી ગઈ છે.
દરમિયાન, છ હજાર ચારસો ૮૨ શ્રદ્ધાળુઓનો દસમો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભગવતી નગર બેઝ કેમ્પ જમ્મુથી રવાના થયો હતો.ગઈકાલે પહેલગામમાં ભગવાન શિવની પવિત્ર લાકડી ‘છડી મુબારક’ના આગમન સાથે, અમરનાથ યાત્રા સંબંધિત મુખ્ય પરંપરાગત વિધિઓ શરૂ થઈ ગઈ. આ વર્ષે ૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઓનલાઈન નોંધણી કરાવી છે. આ યાત્રા ૯ ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.