જુલાઇ 17, 2025 2:15 પી એમ(PM)

printer

કાશ્મીર અને જમ્મુના મોટાભાગના વિસ્તારોમાં ખરાબ વાતાવરણને કારણે શ્રી અમરનાથજી યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત

કાશ્મીર અને જમ્મુના મોટા ભાગના વિસ્તારોમાં ખરાબ વાતાવરણને કારણે અમરનાથ યાત્રા હંગામી ધોરણે સ્થગિત કરાઇ છે. સરકારી સૂત્રોએ પુષ્ટિ કરી કે, અધિકારીઓએ બાલતાલ અને પહલગામ માર્ગો પર ભારે વરસાદના કારણે આજે યાત્રા રોકવાનો નિર્ણય કર્યો છે.
ભગવતી નગર જમ્મુ આધાર શિબિરના એક અધિકારીએ કહ્યું, આજે જમ્મુ આધાર શિબિરથી કાશ્મીર તરફ કોઈ પણ યાત્રા જૂથને જવાની મંજૂરી નથી અપાઈ. અધિકારીએ કહ્યું, વરસાદની સાથે વાતાવરણની સ્થિતિને જોતા આ સાવચેતીનું પગલું છે. દરમિયાન ગત 14 દિવસમાં ગત સાંજ સુધીમાં અંદાજે અઢી લાખ તીર્થ યાત્રાળુએ પવિત્ર ગુફાના દર્શન કર્યા.