ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 17, 2024 2:19 પી એમ(PM) | અમરનાથ ગુફા | કાશ્મીર

printer

કાશ્મીરમાં 18 દિવસમાં ત્રણ લાખ 38 હજાર 143 શ્રદ્ધાળુઓએ પવિત્ર અમરનાથ ગુફાનાં દર્શન કર્યા

કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી 18 દિવસમાં ત્રણ લાખ 38 હજાર 143 શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાનાં દર્શન કરી ચૂક્યા છે. ગઇ કાલ સાંજે આશરે 13,000થી વધુ શ્રધ્ધાળુઓએ અમરનાથની પવિત્ર ગુફાનાં દર્શન કર્યા હતા.આ શ્રધ્ધાળુઓ બાલતાલ અને ચંદનવાડી માર્ગ અને વિશેષ હેલિકોપ્ટરો દ્વારા દક્ષિણ કાશ્મીરની લિદ્દર ખીણમાં 3 હજાર 888 મીટર ઊંચાઈ પર આવેલી પવિત્ર ગુફા સુધી પહોંચ્યા હતા. આમાંથી મોટાં ભાગનાં યાત્રી પોતાનાં ગૃહ રાજ્ય પાછા ફરી ચૂક્યા છે.અધિકારીઓનાં જણાવ્યા અનુસાર આ શ્રધ્ધાળુઓમાં આઠ હજાર 500 પુરુષ,3 હજાર236 મહિલાઓ,80 સાધુ-સંતોનો સમાવેશ થાય  આ ઉપરાંત એક હજાર 395 સેવા પ્રદાતા અને સલામતી કર્મચારીઓ પણ તેમાં સામેલ હતા. દરમિયાન,આજે વહેલી સવારે ભગવતી નગર યાત્રી નિવાસથી 3 હજાર740 યાત્રીઓની નવી 20મી ટૂકડી અમરનાથ યાત્રા માટે રવાના થઈ હતી.29 જૂનથી શરૂ થયેલી આ યાત્રા બાવન દિવસ ચાલશે.