ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 30, 2025 1:59 પી એમ(PM)

printer

કાશ્મીરમાં સતત વરસાદને પગલે આજે એક દિવસ માટે શ્રી અમરનાથ યાત્રા સ્થગિત.

કાશ્મીરમાં સતત વરસાદને પગલે આજે એક દિવસ માટે શ્રી અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના માહિતી અને જનસંપર્ક વિભાગે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું, પહલગામ અને બાલટાલ આધાર શિબિરોથી શ્રી અમરનાથજી યાત્રા સ્થગિત કરવામાં આવી છે.
વિભાગે જણાવ્યું, આજે સવારથી સતત વરસાદના કારણે બાલતાલ અને નૂનવાન તથા ચંદનવાડી બંને આધાર શિબિરથી યાત્રા શરૂ ન થઈ શકી. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ત્રણ લાખ 93 હજારથી વધુ શ્રદ્ધાળુઓ શ્રી અમરનાથજી યાત્રા દરમિયાન પવિત્ર ગુફામાં દર્શન કરી ચૂક્યા છે.