જાન્યુઆરી 3, 2025 8:28 પી એમ(PM) | હવામાન વિભાગ

printer

કાશ્મીરમાં આગામી ત્રણ દિવસ સુધી હિમસ્ખલન અને ભુસ્ખલનની હવામાન વિભાગની ચેતવણી

કાશ્મીર ખીણ અને તેની આસપાસનાં વિસ્તારોમાં અતિશય શીતલહેર પ્રવર્તી રહી છે. કેટલાંક વિસ્તારોમાં લઘુતમ તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું હતું.દક્ષિણ કાશ્મીરમાં સૌથી ઓછું માઇનસ 8.5 ડિગ્રી તાપમાન શોપિયાં જિલ્લામાં નોંધાયું હતું. શ્રીનગર શહેરમાં માઇનસ 2.2 ડિગ્રી તાપમાન સાથે ધુમ્મસભર્યું વાતાવરણ છે. જો કે જમ્મુમાં 7.3 અને કટરામાં 11 ડિગ્રી સેલ્સિયલ તાપમાન હતું.લડાખમાં દ્રાસમાં માઇનસ 8.6, કારગલિમાં માઇનસ 6.9 અને લેહમાં માઇનસ 4.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગે 5 અને 6 જાન્યુઆરીનાં રોજ કાશ્મીરનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફવર્ષાની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યો છે. આને કારણે મુખ્ય રસ્તાઓ પર હિમશિલા અને ભેખડ ધસવાની સંભાવના હોવાથી પ્રવાસીઓ અને પ્રવાસ આયોજકોને સાવચેત રહેવા સલાહ જારી કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.