કાશ્મીરના રામબન ભૂસ્ખલનમાં ફસાયેલા રાજકોટ જિલ્લાના પ્રવાસીઓની જાણકારી આપવા માટે જિલ્લા વહીવટી તંત્રએ હેલ્પલાઇન સેવા શરુ કરી છે. હેલ્પલાઇન નંબર 0281-2471573 પર ફસાયેલા લોકોનું નામ, સરનામું, તાલુકાનું નામ, ફોન નંબર સહિતની વિગતો મોકલી આપવા એક યાદીમાં જણાવાયું છે.જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનની ઘટનામાં અરવલ્લી જિલ્લાના 40 જેટલા લોકો ટ્રાફિકમાં અટવાઇ પડ્યા હતા. હાલ તમામ લોકો સુરક્ષિત છે અને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર સ્થાનિક તંત્રના સંપર્ક છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયો હતો, જેમાં કેટલાક લોકો માલપુર અને ધનસુરા તાલુકાના છે અને તેઓ અટવાઈ પડ્યા હોવાનું જિલ્લા વહીવટી તંત્રના ધ્યાને આવ્યું હતું.
Site Admin | એપ્રિલ 22, 2025 9:39 એ એમ (AM)
કાશ્મીરના રામબન ભૂસ્ખલનમાં ફસાયેલા રાજકોટ જિલ્લાના પ્રવાસીઓની જાણકારી આપવા માટે જિલ્લા વહીવટી તંત્રએ હેલ્પલાઇન સેવા શરુ કરી
