ડિસેમ્બર 2, 2025 9:35 એ એમ (AM)

printer

કાશી-તમિલ સંગમમનું ચોથું સંસ્કરણ આજથી ઉત્તર પ્રદેશના વારાણસીમાં શરૂ થશે

કાશી-તમિલ સંગમમનું ચોથું સંસ્કરણ આજથી ઉત્તર પ્રદેશના વારાણસીમાં શરૂ થશે.કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંયુક્ત રીતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે, જેનો હેતુ ઉત્તર અને દક્ષિણ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો છે. ભવ્ય ઉદ્ઘાટન સમારોહ આજે સાંજે નમો ઘાટ ખાતે યોજાશે.