રાજયમાં પોલીસ વડા વિકાસ સહાય વયનિવૃત થતા તેમના સ્થાને રાજયમાં નવા ડીજીપી કાર્યકારી તરીકે ડૉ. કે. લક્ષ્મીનારાણય રાવને જવાબદારી સોંપવામાં આવી છે. ગઇકાલે મોડી સાંજે કાર્યકારી રાજ્ય પોલીસ વડાએ વિદાય થઇ રહેલા ડીજીપી વિકાસ સહાય પાસેથી ચાર્જ લીધો હતો. વિદાય થયેલા વિકાસ સહાયે કહ્યું હતુંકે ગુજરાત રાજ્યના નવા ઈન્ચાર્જ DGP કે એલ રાવને અભિનંદન આપું છું.આવનાર સમયમાં રાવ ઉત્તમ કામગીરી કરી બતાવશે. જ્યારે ચાર્જ લેતા ઇન્ચાર્જ રાજય પોલીસ વડાએ જણાવ્યું હતું કે મારી કામગીરી ઉપર વિશ્વાસ રાખી ને મને મોટી જવાબદારી સોંપાઈ છે.આ બહુ મોટી જવાબદારી કુશળતાથી નિભાવીશ. પોલીસ પ્રજા નો સેતુ થી નવી દિશા બતાવીશું.મારી ભૂમિકા સારી રીતે અદા કરીશ વિકાસ સહાય ન આધુરા કામો અમે પૂરા કરીશું.ગુન્હેગારો ઉપર અંકુશ રાખીશુ તેમજ પીડિતો ને સંવેદના સાથે ન્યાય મળે તે દિશામાં કામ કરીશું
Site Admin | જાન્યુઆરી 1, 2026 8:50 એ એમ (AM)
કાર્યકારી રાજ્ય પોલીસ વડા કે. લક્ષ્મીનારાણય રાવે વિકાસ સહાય પાસેથી ચાર્જ સંભાળ્યો