કાયદા મંત્રાલયે ગુજરાતને નોટરીઓની સંખ્યા 2 હજાર 900થી વધારીને 6 હજાર કરવા મંજૂરી આપી છે. આ ઉપરાંત રાજસ્થાન, તમિલનાડુ અને નાગાલેન્ડમાં પણ નોટરીની સંખ્યામાં વધારાને મંજૂરી આપવામાં આવી છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે વસતિ વધારો, જિલ્લાઓ/તાલુકાઓની સંખ્યા અને નોટરી સેવાઓ માટેની અનુરૂપ માગને ધ્યાને રાખીને સંબંધિત રાજ્ય સરકારો તરફથી મળેલી રજૂઆતોને પગલે આ નિર્ણય લેવાયો છે.
અગાઉ, કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે 31 જુલાઈ સુધી, સરકારે નવા નોટરી પોર્ટલનો ઉપયોગ કરીને વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નવનિયુક્ત નોટરીઓને 34 હજાર 900 ડિજિટલી સહીવાળા પ્રેક્ટિસ પ્રમાણપત્રો આપ્યા છે.
Site Admin | ઓક્ટોબર 19, 2025 7:15 પી એમ(PM)
કાયદા મંત્રાલયે ગુજરાતને નોટરીઓની સંખ્યા 2 હજાર 900થી વધારીને 6 હજાર કરવા મંજૂરી આપી
