કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું છે કે સરકારે દેશમાં મહિલાઓનું ગૌરવ અને સલામતી જાળવવા માટે ભારતીય કાયદાઓમાં સુધારો કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાઓને કારણે, મહિલાઓ સામે અનેકગુનાઓ વધ્યા છે પરંતુ સરકાર તેને રોકવા માટે અનેક મોટા પગલાં લઈ રહી છે. શ્રી મેઘવાલે આજેનવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં મહિલાઓને લગતા સાયબર કાયદા અને સાયબર જાગૃતિ કાર્યક્રમ પર કાર્યશાળાને સંબોધતા આ વાતકહી હતી. મંત્રીએ મહિલાઓને સાયબર પ્રવૃત્તિમાં સતર્ક રહેવા અને કોઈ ઘટના બને તોતાત્કાલિક ફરિયાદ નોંધાવવા વિનંતી કરી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) દ્વારા આયોજિત આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય મહિલાઓ માટે સાયબર કાયદાઓને મજબૂત બનાવવા માટે બસોથી વધુ મુખ્ય સુધારાઓની ચર્ચા કરવાનો છે.
Site Admin | માર્ચ 3, 2025 6:05 પી એમ(PM)
કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું છે કે સરકારે દેશમાં મહિલાઓનું ગૌરવ અને સલામતી જાળવવા માટે ભારતીય કાયદાઓમાં સુધારો કર્યો છે