ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 14, 2025 9:23 એ એમ (AM)

printer

કાપડ મંત્રી ગિરિરાજ સિંહે નવી દિલ્હીમાં વૈશ્વિક વેપાર અવરોધોનો સામનો કરવા માટે અગ્રણી ઉદ્યોગકારો સાથે બેઠક યોજી

કાપડ મંત્રી ગિરિરાજ સિંહે ગઈકાલે નવી દિલ્હીમાં વૈશ્વિક વેપાર અવરોધોનો સામનો કરવા માટે અગ્રણી ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં, શ્રી સિંહે વિકસતી વૈશ્વિક વેપાર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક પડકારો છતાં, ભારતીય કાપડ ઉદ્યોગ 2030 સુધીમાં 100 અબજ યુએસ ડોલરની નિકાસનું લક્ષ્ય હાંસલ કરશે. બેઠકમાં અમેરિકા દ્વારા પારસ્પરિક ટેરિફની જાહેરાત અને આ ક્ષેત્ર માટે એક આત્મવિશ્વાસપૂર્ણ, ભવિષ્યલક્ષી વ્યૂહરચના ઘડાશે.શ્રી સિંહે જણાવ્યું કે માળખાકીય સુધારા સૂચવવા, નવા બજારો માટેની વ્યૂહરચના ઓળખવા અને નવા બજારો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ચાર સમિતિઓની રચના કરાશે. આ સમિતિ કાપડ ક્ષેત્રમાં ઉત્પાદન સ્પર્ધાત્મકતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.