સુરતમાં કસ્ટમ વિભાગે એક મહિલા પાસેથી એક કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડ્યો છે. સુરત કસ્ટમ વિભાગ અને એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ એલર્ટ પર હતા. તે દરમિયાન બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં એક મહિલા મુસાફરની વર્તણૂક શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી.
મહિલાના સામાનની સઘન તપાસ કરતા તેમાંથી 7 જેટલા પોલીથીન પેકેટ મળી આવ્યા હતા. ફોરેન્સિક પરીક્ષણમાં આ પદાર્થ માદક પદાર્થ હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારે મહિલાની ધરપકડ કરી અધિકારીઓએ કુલ આશરે 3 કિલો માદક પદાર્થ કબજે કર્યો છે. આ અંગે કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | ડિસેમ્બર 25, 2025 7:39 પી એમ(PM)
કસ્ટમ વિભાગે સુરતમાંથી એક કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડ્યો