આવકવેરા વિભાગે દેશમાં અનેક સ્થળો પર મોટા પાયે ખરાઇ અભિયાન શરૂ કરીને આવકવેરા રિટર્નમાં કર કપાત અને કરમુક્તિનાં ખોટા દાવા કરનાર વ્યક્તિઓ અને એકમોને લક્ષ્ય બનાવ્યાં છે.તપાસ દરમિયાન અધિકારીઓને ખોટી કર કપાત અને કરમુક્તિનો દાવો કરીને રિટર્ન ભરનારાંઓ દ્વારા સંગઠિત રીતે કૌભાંડ ચાલતુ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. વિભાગે જણાવ્યું કે, આવકવેરાની લાભદાયક જોગવાઇઓને ટાંકીને વધુ પડતાં રિફન્ડનો દાવો કરવા ખોટાં ટીડીએસ રિટર્ન ભરવામાં આવી રહ્યા છે.આ શંકાસ્પદ પધ્ધતિ શોધવા આવકવેરા વિભાગે થર્ડ પાર્ટી, ગુપ્તચર માહિતી અને આધુનિક કૃત્રિમ બુધ્ધિમત્તા સાધનો દ્વારા મળેલી આર્થિક વિગતો પર આધાર રાખ્યો છે. આ તારણો બાદ તાજેતરમાં ગુજરાત, મહારાષ્ટ્ર દિલ્હી, પંજાબ અને મધ્યપ્રદેશમાં હાથ ધરવામાં આવેલા શોધ અને જપ્તી અભિયાન દરમિયાન આ કૌભાંડની પુષ્ટિ થઈ છે. છેલ્લાં એક વર્ષમાં વિભાગે શંકાસ્પદ કરદાતાઓને તેમનાં રિટર્ન સુધારીને ભરવાઅને સાચો ટેક્સ ભરવા નિર્દેશ આપ્યા છે.
Site Admin | જુલાઇ 14, 2025 7:47 પી એમ(PM)
કર કપાત અને કર મુક્તિનાં ખોટા દાવા સામે આવક વેરા વિભાગની દેશવ્યાપી કાર્યવાહી