કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન- EPFOમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કુલ સભ્યોની સંખ્યા 18 લાખ 81 હજાર થઈ છે, જે ગયા વર્ષના આ સમયગાળા દરમિયાન 9.33 ટકા વધુ છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે, સભ્યોની સંખ્યામાં આ વધારો રોજગાર તકમાં વૃદ્ધિ, કર્મચારી લાભપ્રત્યે વધતી જાગૃતિ અને સંગઠનની અસરકારક પહેલના કારણે શક્ય બન્યો છે.અસ્થાયી પે-રૉલ આંકડા અનુસાર, પ્રવર્તમાન નાણાકીય વર્ષના સપ્ટેમ્બર મહિનામાં કુલ નવ લાખ 47 હજાર નવાસભ્યો નોંધાયા હતા. આમાં 18થી 25 વર્ષના સભ્યોની સંખ્યા વધુ છે અને આ કુલ સભ્યોના 59 ટકાથી પણ વધારે છે. મંત્રાલયે જણાવ્યું કે, પે-રૉલ આંકડાના મહિલા-પુરુષ સભ્યોના વિશ્લેષણ અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં અંદાજે 2 લાખ 47 હજાર મહિલાઓ સંગઠન સાથે જોડાઈ છે અને આનાથી મહિલા કર્મચારીઓની સંખ્યામાં મહત્વપૂર્ણ વૃદ્ધિ થઈ છે.
Site Admin | નવેમ્બર 21, 2024 6:14 પી એમ(PM)
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન- EPFOમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કુલ સભ્યોની સંખ્યા 18 લાખ 81 હજાર થઈ છે, જે ગયા વર્ષના આ સમયગાળા દરમિયાન 9.33 ટકા વધુ છે
