ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 20, 2024 7:29 પી એમ(PM)

printer

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 18 લાખ 53 હજાર વધારાના સભ્યો બનાવ્યા

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 18 લાખ 53 હજાર વધારાના સભ્યો બનાવ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું છે કે નવી સદસ્યતામાં વધારો એ રોજગારીની તકો, કર્મચારીઓના લાભો વિશેની જાગૃતિ અને સંસ્થાના સફળ કાર્યક્રમોને આભારી છે. ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સંસ્થાના સભ્યોની સંખ્યામાં નવ ટકાનો વધારો થયો છે.