કર્મચારી પેન્શન યોજના માટેના તેમજ નવી કેન્દ્રીય પેન્શન ચૂકવણી અંગેના પાયલટ પ્રોજેક્ટની ચકાસણી સફળતાપૂર્વક સંપન્ન થઇ છે. કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ પાયલટ પ્રોજેક્ટ હેઠળ જમ્મુ, શ્રીનગર અને કરનાલ ક્ષેત્રમાં ગત ઓક્ટોબર મહિનામાં 49 હજારથી વધુ પેન્શન ધારકોને કર્મચારી પેન્શન યોજના હેઠળ 11 કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા- EPFOના માહિતી ટેક્નોલોજી આધુનિકીકરણ પ્રોજેક્ટ હેઠળ નવી પેન્શન ચૂકવણી પધ્ધતિનો અમલ આગામી જાન્યુઆરીથી થવાનો છે. જેનો લાભ EPFOના 78 લાખથી વધુ પેન્શન ધારકોને મળશે.
Site Admin | નવેમ્બર 8, 2024 7:56 પી એમ(PM) | પેન્શન ચૂકવણી
કર્મચારી પેન્શન યોજના માટેના તેમજ નવી કેન્દ્રીય પેન્શન ચૂકવણી અંગેના પાયલટ પ્રોજેક્ટની ચકાસણી સફળતાપૂર્વક સંપન્ન થઇ
