કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો 2025 માટે વેબ પોર્ટલ વર્ચ્યુઅલી લોન્ચ કર્યું છે. આ સમારોહમાં વિવિધ મંત્રાલયો અને સરકારના વિભાગોના અધિકારીઓ, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને જિલ્લા કલેક્ટરો હાજર રહ્યા હતા. વેબ પોર્ટલ www.pmawards.gov.in આગામી મહિનાની 15મી તારીખ સુધી નામાંકન સબમિશન સ્વીકારશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે કુલ 16 પુરસ્કારો આપવામાં આવશે અને તેમાં ટ્રોફી, સ્ક્રોલ અને 20 લાખ રૂપિયાનું પ્રોત્સાહન શામેલ હશે.
Site Admin | ઓક્ટોબર 2, 2025 9:40 એ એમ (AM)
કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો 2025 માટે વેબ પોર્ટલ વર્ચ્યુઅલી લોન્ચ કર્યું
