માર્ચ 25, 2025 9:54 એ એમ (AM)

printer

કર્ણાટક કેડરની 1987ની બેચના આઇએએસ અધિકારી અજય શેઠ નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત.

કર્ણાટક કેડરની 1987ની બેચના આઇએએસ અધિકારી અજય શેઠને નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. શેઠ હાલમાં નાણાં મંત્રાલયમાં આર્થિક બાબતોના વિભાગના સચિવ છે. કાર્મિક મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે, મંત્રીમંડળની નિમણૂક સમિતિએ શેઠને નાણાં સચિવ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. પરંપરા અનુસાર, કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં સૌથી વરિષ્ઠ સચિવને નાણાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. આ મહિનાની શરૂઆતમાં શેઠને મહેસૂલ સચિવનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો.