ક્રિકેટની વિજય હઝારે ટ્રૉફી સ્પર્ધામાં આંધ્ર સામેની મૅચમાં ગુજરાતનો સાત રનથી વિજય થયો. કર્ણાટકના અલુરમાં KSCA ક્રિકેટ – 3 મેદાનમાં રમાયેલી મૅચમાં ગુજરાતે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 50 ઑવરમાં નવ વિકેટ ગુમાવી 318 રન બનાવ્યા. જવાબમાં આંધ્રની ટીમ સાત વિકેટે 311 રન જ બનાવી શકી હતી.
ગુજરાત તરફથી સૌથી વધુ 130 રન અક્ષર પટેલે અને વિજય જયસ્વાલે 70 રન કર્યા. જ્યારે આંધ્રની ટીમમાંથી સી.આર. જ્ઞાનેશ્વરે સૌથી વધુ 102 રન બનાવ્યા હતા. તો ગુજરાતના રવિ બિશ્નોઈએ ત્રણ, અરઝાન નાગવાસ-વાલા અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી હતી.
અન્ય એક મૅચમાં રેલવેઝ સામે સૌરાષ્ટ્રનો વિજય થયો છે. સૌરાષ્ટ્ર-એ પહેલા બેટિંગ કરી આઠ વિકેટ ગુમાવી 294 રન કર્યા હતા. જવાબમાં રેલવેઝની ટીમ 263 રન પર ઑલ-આઉટ થઈ હતી. સૌરાષ્ટ્ર તરફથી સૌથી વધુ 147 રન બનાવનારા સમર ગજ્જરને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા.
Site Admin | જાન્યુઆરી 3, 2026 7:14 પી એમ(PM)
કર્ણાટકમાં રમાયેલી વિજય હઝારે ક્રિકેટ ટ્રૉફીમાં આંધ્ર સામે ગુજરાતનો વિજય.