ડિસેમ્બર 24, 2025 7:43 પી એમ(PM)

printer

કર્ણાટકમાં રમાયેલી વિજય હઝારે ટ્રૉફી ક્રિકેટમાં સર્વિસીઝની ટીમ સામે ગુજરાતનો વિજય

વિજય હઝારે ટ્રૉફી ક્રિકેટમાં આજે સર્વિસીઝ સામેની મેચમાં ગુજરાતની ટીમનો વિજય થયો. કર્ણાટકમાં અલુરના KSCA ક્રિકેટ સ્ટૅડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાતે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી. સર્વિસીઝની ટીમ 42 ઑવર બે બોલમાં 184 રન બનાવીને આઉટ થઈ હતી.
જવાબમાં ગુજરાતની ટીમે 34 ઑવર પાંચ બૉલમાં 2 વિકેટે 185 રન બનાવી મેચ જીતી લીધી. ટીમમાંથી આર્ય દેસાઈએ સૌથી વધુ અણનમ 77 રન કર્યા. જ્યારે ઉર્વિલ પટેલે 37, અભિષેક દેસાઈએ 36 અને જયમિત પટેલે અણનમ 27 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ ચાર વિકેટ લેનારા અરઝાન નાગવાસવાલાને “પ્લેયર ઑફ ધ મેચ” જાહેર કરાયા હતા.