કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે આજે મૈસૂર શહેરી વિકાસ સત્તામંડળ -મુડાની સાઇટ ફાળવણી કૌભાંડ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરી ટી જે અબ્રાહમ, પ્રદીપ અને સ્નેહામયી કૃષ્ણા દ્વારા દાખલ કરાયેલી ત્રણ અરજી પર આધારિત છે.
અગાઉ 26મી જુલાઈએ રાજ્યપાલ શ્રી ગેહલોતે શ્રી સિદ્ધારમૈયાને કારણ દર્શાવો નોટિસ જાહેર કરી હતી, જેમાં તેમને શા માટે કાર્યવાહીનો સામનો કરવો ન જોઈએ તેનો સાત દિવસમાં જવાબ આપવા કહ્યું હતું. જવાબમાં, કર્ણાટક મંત્રીમંડળે રાજ્યપાલ ઉપર તેમની બંધારણીય ભૂમિકાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવીને મુખ્યમંત્રીને અપાયેલી નોટિસ પરત ખેંચી લેવા ભલામણ કરી હતી.
શ્રી સિદ્ધારમૈયા ઉપર તેમના પરિવાર માટે ગેરકાયદેસર રીતે 55 કરોડ 8 લાખ રૂપિયાની મુડાની વૈકલ્પિક જમીન મેળવવાનો આરોપ છે.
Site Admin | ઓગસ્ટ 17, 2024 2:04 પી એમ(PM)
કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે આજે મૈસૂર શહેરી વિકાસ સત્તામંડળ – મુડાની સાઇટ ફાળવણી કૌભાંડ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી
