કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એમ.ક્રિશ્નાનું આજે સવારે બેંગલુરુના સદાશિવનગર સ્થિત તેમનાં નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ 92 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા.
એસ.એમ.ક્રિશ્નાએ તેમની રાજકીય કારકિર્દી દરમિયાન અનેક અગ્રણી હોદ્દાઓ સંભાળ્યા હતા. તેઓ વર્ષ 1999થી 2004 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી અને વર્ષ 2009થી 2012 સુધી વિદેશ મંત્રી રહ્યા હતા. ઉપરાંત તેઓ વર્ષ 2004થી 2008 સુધી મહારાષ્ટ્રના 18મા રાજ્યપાલ પણ હતા.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સહિતના મહાનુભાવોએ ક્રિશ્નાનાં અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિએ તેમને વિકાસ માટે પ્રતિબદ્ધ નેતા ગણાવ્યા જ્યારે પ્રધાનમંત્રીએ એસ.એમ.ક્રિશ્નાને માળખાકીય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરનારા નેતા તરીકે યાદ કર્યા છે.
Site Admin | ડિસેમ્બર 10, 2024 1:54 પી એમ(PM) | એસ.એમ.ક્રિશ્ના
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એમ.ક્રિશ્નાનું બેંગલુરુમાં અવસાન
