કર્ણાટકના ચિત્રદુર્ગ બસ અકસ્માતમાં આજે બસ ડ્રાઈવરનું મોત થતાં મૃત્યુઆંક વધીને સાત થયો છે. ગઈકાલે એક સ્લીપર કોચ બસ કન્ટેનર ટ્રક સાથે અથડાતાં આગ લાગી જતાં છ લોકો જીવતા ભૂંજાયા હતા અને 21 અન્ય ઘાયલ થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું છે કે ડીએનએ પરીક્ષણના પરિણામો આવ્યા પછી મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવશે. હાડકાના નમૂના ફોરેન્સિક પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, અને પરિણામો ટૂંક સમયમાં આવવાની અપેક્ષા છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારને પાંચ લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
Site Admin | ડિસેમ્બર 26, 2025 1:59 પી એમ(PM)
કર્ણાટકના ચિત્રદુર્ગ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને સાત થયો.