જાન્યુઆરી 15, 2026 9:41 એ એમ (AM)

printer

કરુણા અભિયાન અંતર્ગત પશુ દવાખાનાના કાર્યકર અને તબીબોએ પશુ પક્ષીઓને સારવાર આપી – કરુણા અભિયન 16મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે

ઉત્તરાયણની ઉજવણી વચ્ચે પતંગની દોરીથી ઇજા થતાં અબોલ પક્ષીઓ અને લોકોને હોસ્પિટલ ખસેડવાની ઘટના ઠેર-ઠેર થયાના અહેવાલ છે.અમદાવાદના ચંડોળા, સીટીએમ અને માધુપુરામાં દોરીથી ગળા કપાવાના ત્રણ બન્યા બનાવો બન્યા છે. ત્રણેય બનાવોમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પંચમહાલ જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કારણે એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાઈક પર જઈ રહેલા યુવાનના ગળા અને મોઢાના ભાગે ધારદાર દોરી ફસાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. પ્રશાસન દ્વારા નાગરિકોને ચાઇનીઝ દોરીથી દૂર રહેવા અપીલ કરાઈ છે.કરુણા અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં નવસારી, બીલીમોરા, જલાલપોર ખાતે કાર્યરત 1 કરુણા અને 2 ફરતું પશુ દવાખાનાના કાર્યકર અને તબીબોએ 15 ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓને સારવાર આપી હતી. કરુણા અભિયન 16મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.