GST પરિષદની 56મી બેઠક આજે નવી દિલ્હીમાં શરૂ થઈ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ આ બે દિવસીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ પરિષદ ભારતના આગામી પેઢીના GST સુધારાઓ પર ચર્ચા થવાની તેમજ અપેક્ષા છે, જેમાં કર દરોનું સરળીકરણની ચર્ચા પણ થશે. કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી, દિલ્હી, ગોવા, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, મેઘાલય અને ઓડિશાના મુખ્યમંત્રીઓ તેમજ અરુણાચલ પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રીઓ, મણિપુરના રાજ્યપાલ અને અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ પણ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 3, 2025 3:10 પી એમ(PM)
કરવેરામાં સુધારા અને સરળીકરણની ચર્ચાની શક્યતા સાથે GST પરિષદની 56મી બેઠક નવી દિલ્હીમાં શરૂ થઈ.