ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 7:33 પી એમ(PM) | બેંકો

printer

કરદાતાઓને સુવિધા આપવા માટે, 31 માર્ચ 2025 ના રોજ જાહેર રજા હોવા છતાં, બધી બેંકો ખુલ્લી રહેશે

કરદાતાઓને સુવિધા આપવા માટે, 31 માર્ચ 2025 ના રોજ જાહેર રજા હોવા છતાં, બધી બેંકો ખુલ્લી રહેશે. આજે જારી કરાયેલા એક જાહેરનામામાં, રિઝર્વ બેંકે કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં જ સરકારી રસીદો અને ચૂકવણીના હિસાબને સરળ બનાવવા માટે દેશભરમાં ખાસ ક્લિયરિંગ કામગીરી હાથ ધરવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાંઆવી છે. બેંકોને અલગ સૂચનાઓ જારી કરીને, RBI એ બેંકોને 31 માર્ચના રોજ સામાન્ય કામકાજના કલાકો સુધી ઓવર-ધ-કાઉન્ટર વ્યવહારો માટે શાખાઓ ખુલ્લી રાખવા જણાવ્યું છે.        

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ