રાજ્યભરમાં યુદ્ધના ધોરણે શરૂ થયેલ કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરે છે.અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત ગામો પૈકી 430 ગામોમાં સર્વે અને પંચરોજકામની કામગીરી પૂર્ણ કરીને અહેવાલ તૈયાર કરી દેવાયો છે.નવસારી જિલ્લામાં માવઠાંને કારણે ખેતીમાં થયેલ નુકસાનનો 222 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દીધી છે. 18 હજાર 447 ખેડૂતોના ખેતરમાં 33 ટકાથી વધુ નુકસાન નોંધાયું છે.કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ વરસાદથી અસરગ્રસ્ત ગામો જરના પાટિયા, બખરલા, નાગકા, કુણવદર, મોરાણા, પારાવાડા, ભોમિયાવદર, સોઢાણા અને અડવાણા, ભેટકડી સહિતના ગામડાઓની મુલાકાત લીધી અને ખેડૂતો સાથે મુલાકાત કરી પાકની સ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.ગીરસોમનાથ જિલ્લામાં બનાવેલ 49 ટીમે કોડીનારના 61 ગામ, સુત્રાપાડાના 47 ગામ અને ઉનાના 78 ગામમાં 100 ટકા સર્વે પૂરો કરી દીધો છે. જ્યારે તાલાલાના 35, વેરાવળના 40 અને ગીર ગઢડાના 50 ગામમાં 86 ટકા સર્વે પૂરો થયો છે.ભાવનગર જિલ્લામાં 699 ગામોમાં વરસાદના કારણે થયેલ નુકસાની અંતર્ગત 550થી વધારે ગામોમાં પંચરોજની કામગીરી પૂરી થઈ છે. કપાસ અને મગફળીના પાકને 80 ટકા જેટલું નુકસાન થયું છે. જે ગામો બાકી રહ્યા છે ત્યાં આજ સવારથી સર્વેની કામગીરી શરૂ થઈ છે જે બપોર સુધીમાં પુરૂ કરવાનું આયોજન છે.
Site Admin | નવેમ્બર 3, 2025 10:06 એ એમ (AM)
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાકના નુકસાનના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે થઇ રહી છે