નવેમ્બર 2, 2025 9:50 એ એમ (AM)

printer

કમોસમી વરસાદના પગલે ધરતીપુત્રોને શક્ય તમામ સહાય આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ

રાજ્યમાં છેલ્લા બે દાયકાથી વધુના સમયમાં ન થયો હોય તેવો કમોસમી વરસાદ આ વર્ષે થયો છે, જેના કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ખેડૂતોને મદદ આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કમોસમી વરસાદ અને તેની વ્યાપકતાને જોતા, ખેડૂતોના હિતમાં મહત્વના આદેશો કર્યા છે. તેમણે મુખ્ય સચિવ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ને તાત્કાલિક સૂચના આપીને અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું પંચનામું કરવાની કાર્યવાહી શરૂ કરવા,તેમજ આ કામકાજ માત્ર ત્રણ દિવસમાંપૂર્ણ થાય, તેનો અહેવાલ તુરંત રાજ્ય સરકારને આપવા સૂચના આપી છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.