ઓક્ટોબર 30, 2024 7:08 પી એમ(PM)

printer

કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે રાજકોટ સહકારી બેંકે ખેડૂતો માટે લોનની જાહેરાત કરી

કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે રાજકોટ સહકારી બેંકે ખેડૂતો માટે લોનની જાહેરાત કરી છે. ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ૧ વર્ષ માટે લોન આપવામાં આવશે. હેક્ટર દીઠ ૧૦ હજાર રૂપિયા અને વધુમાં વધુ ૫ હેક્ટર સુધી લોન મેળવી શકાશે. એક ખેડૂત વધારેમાં વધારે ૫૦ હજાર રૂપિયાની લોન લઇ શકે છે. ખેડૂતોએ ૧ વર્ષમાં લોન પરત કરવાની રહેશે, આ સામે તેમણે કોઈપણ પ્રકારની જામીન આપવાની રહેશે નહિ. ખેડૂતોને ઝીરો ટકા લોન આપવાને કારણે બેંકને ૧૦૦ કરોડ રૂપિયાનો બોજો પડશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.