કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે જાહેર કરાયેલા સહાય પેકેજનું પોર્ટલ આજથી શરૂ થશે. ખેડૂતો આજે બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી KRP.GUJARAT.GOV.IN પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે.રાજ્યના 16 હજાર 500થી વધુ ગામમાં નુકસાનીના સરવે બાદ હવે ગામોનું ઑનલાઈન અરજીના પૉર્ટલ સાથે મેપિંગ કરાશે. અરજી માટે ખેડૂતોએ કોઈ ચૂકવણું કરવું નહીં પડે. મળવાપાત્ર સહાય જાહેર નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલિ – PFMS કે વાસ્તવિક સમય એકંદર વ્યવસ્થા – RTGS મારફતે સીધી જ સહાયની ચૂકવણી – DBT પદ્ધતિથી લાભાર્થી ખેડૂતોના બૅન્ક ખાતામાં સીધી જમા કરાવાશે. પૉર્ટલ પર ખેડૂતોને અરજી કરવા ગ્રામ્ય કમ્પ્યુટર ઉદ્યોગસાહસિક– VCE કે ગ્રામ્ય સ્તરના ઉદ્યોગસાહસિક – VLE મદદરૂપ થશે. ઠરાવ મુજબના સાધનિક કાગળો સાથે નિયમાનુસાર પાત્રતા ધરાવતા ખેડુતોએ અરજી કરવાની રહેશે.
Site Admin | નવેમ્બર 14, 2025 9:42 એ એમ (AM)
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે જાહેર કરાયેલા સહાય પેકેજનું પોર્ટલ આજથી શરૂ થશે