જૂન 23, 2025 2:00 પી એમ(PM)

printer

કનિષ્ક બોમ્બ વિસ્ફોટની 40મી વરસી પર ભારત અને આર્યલેન્ડમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ

કનિષ્ક બોમ્બ વિસ્ફોટની 40મી વરસી નિમિત્તે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે આ હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી, તેને આતંકવાદના ઘોર કૃત્યોમાંથી એક ગણાવ્યું. વર્ષ 1985માં આજના દિવસે, કેનેડાના મોન્ટ્રીયલથી લંડન અને પછી નવી દિલ્હી જતી એર ઇન્ડિયા ફ્લાઇટ 182માં કેનેડા સ્થિત ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા વિસ્ફોટ કરાયો હતો. આ કાયરતાપૂર્ણ આતંકવાદી કૃત્યના પરિણામે ફ્લાઇટમાં એટલાન્ટિક મહાસાગરની મધ્યમાં હવામાં વિસ્ફોટ થયો હતો. કેનેડિયન અને અન્ય વિદેશી નાગરિકો તેમજ બાળકો સહિત ઘણા ભારતીય નાગરિકો સહિત 329 નિર્દોષ મુસાફરો માર્યા ગયા હતા..
આ નિમિત્તે આર્યલેંડના કોર્કમાં કનિષ્ક વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી… કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંઘ પુરી, આયર્લેન્ડના પ્રધાનમંત્રી માઈકલ માર્ટિન અને કેનેડિયન જાહેર સલામતી મંત્રી ગેરી આનંદસાંગરીએ કોર્કમાં અહાકિસ્તા સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પી હતી.. આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા તરુણ ચુઘ અને અનેક રાજ્યોના ધારાસભ્યો સામેલ થયા હતા.