કથિત શરાબ નીતિ કૌભાંડમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય તપાસ સંસ્થા- સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા આરોપનામાની નોંધ લેતા વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ ગયા સપ્તાહે શ્રી કેજરીવાલને 11 સપ્ટેમ્બરના રોજ હાજર કરવા વોરંટ જારી કર્યું હતું અને ત્યાં સુધી તેમની ન્યાયિક કસ્ટડી લંબાવી હતી.
અગાઉ સીબીઆઇએ શ્રી કેજરીવાલ અને આ કેસનાં અન્ય આરોપીઓ વિરુધ્ધ પૂરક આરોપનામું દાખલ કર્યું હતું.
કથિત ભ્રષ્ટાચારનાં આ કેસમાં સીબીઆઇ દ્વારા ધરપકડને પડકારતી અને જામીનની માંગણી કરતી શ્રી કેજરીવાલની અરજી પર સર્વોચ્ચ અદાલતે હજુ સુધી તેનો ચૂકાદો આપ્યો નથી.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 1:58 પી એમ(PM)
કથિત શરાબ નીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે
