પેલેસ્ટાઈનના સૂત્રોનાં જણાવ્યા મુજબ કતારમાં યોજાયેલી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે પરોક્ષ યુદ્ધવિરામ વાટાઘાટોનો પ્રથમ તબક્કો કોઈપણ સમજૂતી વિના સમાપ્ત થયો હતો.ગઈકાલે દોહામાં થયેલી ચર્ચાનો હેતુ યુદ્ધવિરામ અને બંધક મુક્તિની સમજૂતીનો માર્ગ શોધવાનો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પરત ફર્યા ત્યાબાદ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂની વોશિંગ્ટનની ત્રીજી મુલાકાત પહેલા આ વાટાઘાટો ફરી શરૂ થઈ હતી. નેતન્યાહુએ કહ્યું કે ઇઝરાયેલના વાટાઘાટકારોને ઇઝરાયેલે સ્વીકારેલી શરતો હેઠળ જ યુદ્ધવિરામ સમજૂતી હાંસલ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. નેતન્યાહુએ કહ્યું કે તેમને આશા છે કે આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની મુલાકાત યુદ્ધવિરામની વાટાઘાટોને આગળ વધારવામાં મદદ કરશે.
Site Admin | જુલાઇ 7, 2025 8:16 એ એમ (AM)
કતારમાં યોજાયેલી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની પરોક્ષ વાટાઘાટોનો પ્રથમ તબક્કો નિષ્ફળ