ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. ગુજરાતમાં વિસાવદર અને કડી મતવિસ્તાર માટે અત્યાર સુધી મળેલા વલણો મુજબ વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા સરસાઇ ભોગવી રહ્યાં છે. જ્યારે કેરળની નિલંબુર બેઠક પર કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળની કાલીગંજ બેઠક પર ટીએમસી તેમજ પંજાબની લુધિયાણા પશ્ચિમમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યાં છે.
Site Admin | જૂન 23, 2025 1:48 પી એમ(PM)
કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આગળ
