ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 23, 2025 2:44 પી એમ(PM)

printer

કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર

કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરાયું છે. કડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડા અને આમઆદમી પાર્ટીના જગદીશ ચાવડાનો પરાજય થયો છે.
વિસાવદર વિધાનસભા બેઠક પર આમઆદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને 17 હજાર 581 મતથી વિજેતા જાહેર કરાયા છે. આ બેઠક પર ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા વચ્ચે મુખ્ય સ્પર્ધા હતી.
ઉલ્લેખનીય છે કે આ બંને બેઠકો પર 19 જૂન મતદાન થયું હતું. કડી બેઠક પર કરસન સોલંકીનું અવસાન અને વિસાવદર બેઠક પરથી ભૂપેન્દ્ર ભાયાણીના રાજીનામાને કારણે આ બંને બેઠકો ખાલી પડી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.