કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ સાત હજાર 541 યાત્રાળુઓની બીજી ટુકડી, ભગવતી નગર યાત્રી નિવાસ આધાર શિબિરથી રવાના થઈ હતી. યાત્રાળુઓ આજે વહેલી સવારે 309 વાહનોના કાફલા સાથે બેઝ કેમ્પથી રવાના થયા હતા. આ બેચમાં પાંચ હજાર 516 પુરુષો, એક હજાર 765 મહિલાઓ, 39 બાળકો, 221 સાધુઓ અને સાધ્વિનો સમાવેશ થતો હતો. આમાંથી ત્રણ હજાર 321 યાત્રાળુઓ આજે વહેલી સવારે બાલટાલ આધાર શિબિર માટે અને ચાર હજાર 220 પહલગામ આધાર શિબિર માટે રવાના થયા હતા, જ્યાંથી તેઓ પવિત્ર ગુફાની તેમની આગળની યાત્રા માટે રવાના થશે.આ દરમિયાન યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. ગઈકાલે પવિત્ર ગુફામાં 23 હજાર 857 ભક્તોએ દર્શન કર્યા હોવાથી પ્રથમ છ દિવસ દરમિયાન દર્શન કરનારા યાત્રાળુઓની સંખ્યા 93 હજારને વટાવી ગઈ છે અને આજે આ આંકડો એક લાખનો આંકડો પાર કરશે.
Site Admin | જુલાઇ 8, 2025 7:50 એ એમ (AM)
કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ સાત હજાર 541 યાત્રાળુઓની બીજી ટુકડી, ભગવતી નગર યાત્રી નિવાસ આધાર શિબિરથી રવાના થઈ